વડોદરા : તહેવારોની ભરમાર વચ્ચે ચોર ગઠિયાઓ બેફામ બન્યા છે.દુકાનોમાં ભીડનો લાભ લઈ નજર ચૂકવી સર સામાનની ચોરી કરી પલાયન થઈ રહ્યા છે.તેવામાં બે દુકાનોમાંથી ગઠિયો ભીડનો લાભ લઇ બે મોબાઈલ ચોરી ગયો હતો.જેના સીસીટીવી ફૂટેજ આજે સામે આવ્યા હતા.માંડવી વિસ્તારમાં આવેલી એક દુપટ્ટાની અને કલ્યાણરાયજીની દુકાનમાંથી એકજ ચોરે ગ્રાહકોની વચ્ચે જઈ 2 મોબાઈલ ચોરી કરી ફરાર થઇ ગયો હતો.બનાવને પગલે ગઠિયાને ઝડપી પડવાના ચક્રોગતિમાન કર્યા છે.