વાપી ચલામાં 10 વર્ષ અગાઉ ધુળેટીનો ફગવો ઉઘરાવતા બાળકો સાથે બે લોકોએ ઝઘડો કર્યો હતો. જેમાં સ્થાનિકે તેમને સમજાવી મોકલી દીધા બાદ તેઓ ફરીથી અન્ય માણસો લઇ આવી ઝઘડો કરી સમજાવનાર યુવક પર ચપ્પુથી હુમલો કરી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. આ કેસમાં સહ આરોપી 10 વર્ષ બાદ વટારથી ઝડપાયો છે.