આજે તારીખ 27/09/2025 શનિવારના રોજ સાંજે 7 કલાક સુધીમાં દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે પધાર્યા હતા. અહીં તેમણે પૌરાણિક અને ઐતિહાસિક સ્થાન ધરાવતા ઘૂઘરદેવ મંદિરની મુલાકાત લીધી.આ અવસરે કલેક્ટર દ્વારા મંદિર ખાતે દર્શન કર્યા બાદ ગામજનો સાથે રાત્રી સભા યોજી હતી.રાત્રી સભા દરમ્યાન ગ્રામજનોના પ્રશ્નો અને જરૂરિયાતો અંગે ખુલ્લો લોકસવાદ યોજાયો.ગામજનોએ પીવાના પાણી, રસ્તા, આરોગ્ય અને અન્ય વિકાસ કામોને લગતા પ્રશ્નો રજુ કર્યા.