આજે તારીખ 27/08/2025 બુધવારના રોજ મળતી માહિતી મુજબ ગતરોજ 26/08/2025ના રોજ ઢબુડી ખાતે સોનાચાંદીના દાગીનાનો વેપાર કરતા વેપારી સાથે લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં પોલીસ દ્વારા ગતરોજ રાત્રિ 11 કલાકે ફરિયાદ નોંધાઈ. જેમાં કુલ 6 ઇસમો દ્વારા ગાડીને નુકશાન કરી અને 2,70,200 રૂપિયાની ચોરી કરી. 2 મહિલા અને 1 પુરુષને ઇજાઓ પહોંચાડી. બનાવ અંગે ઘટના સ્થળેથી 2 ઇસમો ઝડપાયા તેમજ ફરાર 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી પકડવા માટે તજવીજ હાથ ધરી.