કુવાસણા ગામના પાટિયા પાસે હાઈવે રોડ પર બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં વિસનગર તરફથી આવી રહેલ બાઇક પર સવાર ત્રણને ઇજાઓ પહોંચી હતી જ્યારે સામે બાઈક ચાલકને પણ ઇજાઓ પહોંચી હતી. જ્યાં ઈજાઓ થનાર તમામને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.જેમાંથી વિસનગર તરફથી બાઇક લઈને આવનાર ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેથી આ બનાવ અંગે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.