પંચમહાલ જિલ્લાના નગરપાલિકાઓમાં પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓને ધ્યાનમાં રાખી ગોધરાના સર્કિટ હાઉસ ખાતે RCMની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં 7 નગરપાલિકાના પદાધિકારીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા, બેઠકમાં માર્ગોના ખરાબ હાલત, સ્ટ્રીટ લાઇટોની અછત, સફાઈ વ્યવસ્થાની ખામીઓ અને અધૂરા ગટરના કામ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા. તાજેતરના વરસાદથી ગોધરા પાલિકા વિસ્તારમાં રસ્તાઓ પર ખાડા પડતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી થઈ રહી છે.