રાજકોટ - જેતપુર નેશનલ હાઈવે પર ચાલી રહેલી કામગીરીને લઈને રાજકોટના જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, હાઈવેની કામગીરી 42 ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે અને તેને વહેલી તકે પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત, તેમણે જણાવ્યું કે, હાલમાં હાઈવે પર 57 જેટલા મોટા ખાડાઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.