કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી Amit Shah આજે અમદાવાદમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે. આજે સવારે તેઓએ લાલ દરવાજા સ્થિત નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન કર્યા છે. તેમજ ત્યાર બાદ પુનઃવિકસિત લાલ દરવાજામાં સરદાર બાગનું લોકાર્પણ કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેની સાથે જ અમદાવાદ મહાનગરમાં વિકાસની ગતિને વધુ વેગ મળશે.