અમદાવાદ ખાતે ગઈકાલે બનેલી ખૂબ જ દુઃખદ દર્દનાક અને કમભાગી વિમાન દુર્ઘટનાની પગલે સમગ્ર દેશભરના લોકો વ્યથિત થયા છે. ત્યારે આજે શુક્રવારે સાંજે 5:00 કલાકે અમદાવાદની દુઃખદ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા હાલોલ ખાતે આવેલ વિશ્વની એકમાત્ર અને પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે શોકસભાનું આયોજન કરાયું હતું. જેમાં તમામ મૃતકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેઓની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી.