પુણા પોલીસ મથકના NDPS ન ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર પૂર્વ સરપંચની સુરત ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના ઉમેદપુરા ખાતેથી ધરપકડ કરી છે.આરોપી ગણપત દેવીલાલ ધાકડ અને તેના સાગરીતો વર્ષ 2021માં અફીણ અને ગાંજાના જથ્થા સાથે પોલીસના હાથે ઝડપાયા હતા. જ્યારે આરોપી પોતે ભાગી છૂટ્યો હતો. પોલીસે 3.72 લાખનું અફીણ અને 99 હજારની મત્તા નો ગાંજો જપ્ત કર્યો હતો.જ્યારે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.જ્યાં વધુ કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.