સુરતના સરથાણામાં રહેતા સોલંકી પરિવારના ૦૫ વર્ષીય પુત્રનું તાવ અને ઊલટીની બીમારીમાં તબિયત લથડતા સારવારમાં મોત થયું છે. આ સહિત કતારગામના યુવકનું પણ તાવ, ઝાડા-ઊલટીની બીમારીમાં સારવારમાં મોત થયું છે. પાણીજન્ય બીમારીમાં સપડાયેલા પાંચ વર્ષના બાળક સહિત બે લોકોનાં મોત થયા છે.શહેરમાં પાણીજન્ય બીમારીએ ચોમાસાની સિઝનમાં માથું ઊંચક્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં તાવ અને ઝાડા-ઊલટીની બીમારીમાં ૫ વર્ષીય બાળક સાથે બે લોકોનાં મોત થયા છે.