ધારણમાળ ગામે સતત વરસતા વરસાદ વચ્ચે એક અંતિમ યાત્રા નીકળતા ગામમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ગામમાં પાકી સ્મશાન ભૂમિ અને પાકા રસ્તા ન હોવાને કારણે મૃતકના સ્વજનોને વરસાદમાં તાડપત્રી ઢાંકી અંતિમ વિધિ કરવી પડી હતી. પરિવારજનો છત્રી અને રેઇનકોટ પહેરી અંતિમ યાત્રામાં જોડાયા હતા. દર વર્ષે ચોમાસામાં આવા સંજોગો સર્જાતા હોવાથી ગામ લોકોમાં ભારે અસંતોષ જોવા મળે છે. ધારણમાળ સહિત આસપાસના વિસ્તારોમાં પાકો રસ્તો તથા સ્મશાનમાં પાકું મકાન બાંધવાની તાત્કાલિક જરૂરિયાત