અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી: દુબઈથી આવેલા મુસાફર પાસેથી 16 લાખનું સોનું ઝડપાયું અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સતત બીજા દિવસે સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. મંગળવાર, 2 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 12 વાગ્યે જાહેર કરાયેલી પ્રેસનોટ મુજબ, દુબઈથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી 16 લાખ રૂપિયાની કિંમતનું 152 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું..