વડોદરા : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કિ બાતમાં પ્રેરણાદાયક ઘટનાઓ અને સંશોધન અંગે તેમના વિચારો જન જન સુધી પહોંચાડે છે. ત્યારે આજે વડોદરા બીજેપીના પ્રમુખ ડો.જયપ્રકાશ સોનીએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભવન ખાતે યુવા ડોકટરો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં આઈએમએના ડોક્ટરો હાજર રહ્યા હતા.કાર્યક્રમ બાદ 200 જેટલા ડોક્ટરો બીજેપીમાં જોડાયા હતા.