મહારાષ્ટ્રના શિંદખેડા ગામની એક યુવતી છેલ્લા ઘણા સમયથી તેના પરિવાર સાથે સુરતના ડિંડોલીમાં રહે છે. સાત વર્ષ પહેલાં, તેના પાડોશમાં મહેમાન તરીકે નાસિકનો ચેતન ધનરાજ બચ્છાવ આવ્યો હતો. ટૂંકા સમયમાં જ બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી પ્રેમસંબંધ બંધાયા. તેઓ સાથે ફરવા જતા અને ફોટા પણ પડાવ્યા હતા.ચેતને યુવતીના પરિવાર પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો,પરંતુ પરિવારે આ સંબંધને મંજૂરી ન આપી.બદલા ની ભાવનાથી યુવકે યુવતી ના ફોટો વાયરલ કર્યા હતા.