વિસનગર તાલુકાના વાલમ ગામની સીમમાં ખેતરમાં આવેલ એક બોરની ઓરડીનું તાળું તોડી અજાણ્યા શખ્સો અંદર પ્રવેશ કરી અંદર રહેલ કેબલ વાયર કિંમત રૂપિયા 32500 નો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે બોરના વાલી કે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.