શુક્રવારના 12:30 કલાકે યોજાયેલા કાર્યક્રમ ની વિગત મુજબ વલસાડના તિથલ રોડ પર આવેલા સંસ્કાર કેન્દ્ર ખાતે સાંસદ ખેલ મહોત્સવ 2025 નો શુભારંભ કરવામાં આવ્યો હતો. સાંસદ ધવલ પટેલના હસ્તે આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. ધરમપુર ધારાસભ્ય, વલસાડ ધારાસભ્ય,જીલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા કલેકટર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.