જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા અને પ્લાસવાની સીમમાં રહેતા વાડી ધરાવતા ભક્તિબેન અશોકભાઈ ભટ્ટની વાડીમાં આંબા તથા રાવણાના ઝાડ આવેલા છે. ગત તા.રના વાડીએ કામ કરતા વ્યક્તિએ ભક્તિબેનના પતિને ફોન કરી રાવણાના ઝાડ ઉપરના ભાગેથી કાપી નાખ્યા હોવાની જાણ કરી હતી. ભક્તિબેનના પતિએ પીજીવીસીએલના જુનિયર ઈજનેરને વાત કરતા તેણે વીજતંત્રના કોન્ટ્રાક્ટરે વૃક્ષ કાપ્યાની વાત કરી હતી. આ અંગે ફરિયાદ થતા પોલીસે માલિકની પરવાનગી વગર ઝાડ કાપી બેથી અઢી લાખનું નુકસાન કર્યાનો ગુન્હો