મહેસાણા જિલ્લાના લાગણજ, નંદાસણ વસઈ પોલીસ સ્ટેશનના ઢોર ચોરીના કુલ ચાર ગુનાઓમાં સંડોવાયેલ આરોપી પોલીસ પકડથી ફરાર આરોપીને મહેસાણા એસ ઓ જી ટીમના માણસોએ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગોઝારીયા ખાતે ચરાડુ ચોકડી પાસે આરોપી રાવળ જસવંતભાઈ ઉર્ફે ભુરાભાઈ દિનેશભાઈ રહે પીલવાઈ તાલુકો વિજાપુર જીલ્લો મહેસાણા વાળો હાલમાં ગોજારીયા ખાતે ચરાડુ ચોકડી પાસે હાજર છે જેને ઝડપી પાડી આગળની કાર્યવાહી સારું લાઘણજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે