ખેરાલુના હિરવાણી નજીક આવેલા ગોકુળપુરા વિસ્તારમાં રહેણાંક ઘરમાં ઝેરી કોબરા મળી આવતા ખેરાલુના સાપ રેસ્ક્યૂં કરનારને બોલાવાયા હતા. રેસ્ક્યૂં કરનારે તરત ગોકુળપુરા આવીને સાપને પકડવા કામગીરી હાથ ધરી તરત જ પકડી પાડ્યો હતો. ઘટના દરમ્યાન આસપાસથી સાપને જોવા લોકો ઉમટી પડ્યા હતા જે સાપને બાદમાં જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડી મુકાયો હતો.