વાપી ટાંકી ફળિયા J-ટાઇપ રોડ પર શુક્રવાર રાત્રે અંશુ જીતલાલ વર્મા અને તેનો ભાઇ હિમાંશુ પર ચાર ઇસમોએ હુમલો કર્યો હતો. મામાના ઘરેથી પરત ફરતા બંને ભાઇ જ્ઞાનસાગર સ્કૂલ પાસે પહોંચતા અજાણ્યા ઇસમોએ ધક્કો મારી ઝઘડો કર્યો હતો. બાદમાં કારમાંથી આવેલા વધુ બે શખ્સો સાથે મળી તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો.