આસામની યુવતીને ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવેલા યુવક સાથે ભાગીને ગાંધીનગર આવી પ્રેમલગ્ન કરવા ભારે પડી ગયા છે. કેમ કે દીકરો પણ ત્રણ વર્ષનો થઈ ગયા પછી વ્યસની પતિ એચઆઇવીગ્રસ્ત હોવાનું માલૂમ પડતા તેણીના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. આખરે પતિના ત્રાસ, મારપીટ અને આર્થિક શોષણથી કંટાળીને તેણીએ દીકરા સાથે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય લીધો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ આસામની યુવતી ઈન્સ્ટાગ્રામ મારફતે યુવકના સંપર્કમાં આવી હતી