માણસા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ અને પો.કો. વિશાલસિંહને બાતમી મળી હતી કે મંડાલી ગમે ભવાનીપરા ખાતે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના પગલે પોલીસે સ્થળ પરથી જુગાર રમતા વિજયસિંજ નટવરસિંહ હડિયોલ, પવનભારતી રમેશભારતી ગોસ્વામી, નટવરસિંહ સેતાનસિંહ લકુમ, અલ્પેશભાઈ ભરતભાઇ દંતાણી, નરસિંહ ગણપતભાઈ દેવીપૂજકને ઝડપી પાડયા હતા.