ગઈ કાલે પહેલા નોરતે યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ ને કડવો અનુભવ થયો હતો.ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ જ્યારે ગરબે ઘૂમવા ગયા ત્યારે ગરબા ગ્રાઉન્ડ માં કીચડ નું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.ખેલૈયાઓ એ અધવચ્ચે ગરબા રોકાવી હાય હાય ના નારા લગાવ્યા હતા ત્યારે સતત બીજા દિવસે સવારે ગ્રાઉન્ડ ની સ્થિતિ સામે સવાલો ઉઠવા પામ્યા હતા.આયોજકો જાણે ગરબા ગ્રાઉન્ડ ને દુરસ્ત કરવા હવાતિયા મારી રહ્યા હોય તેવી સ્થિતિ માં જોવા મળ્યા હતા.