શહેરની નજીકમાં આવેલા ઘુનારાજા ડેમની પાળ પર જોખમી રીતે ઉભા રહી મોબાઈલમાં સેલ્ફી લેતા જદુરાના ઈસમ સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ આરોપી ફારૂક ઈબ્રાહીમ થેબા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ભારે વરસાદ થયા બાદ નદી-નાળા અને જળાશયોમાં નવા નીર આવ્યા છે.ત્યારે આવા સ્થળો પર ફરવા અને ન્હાવા જતા લોકોના ડૂબી જવાથી મોત થવાની ઘટના બનતી હોવાથી 6 સપ્ટેમ્બરના જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડી ભયજનક સ્થળો પર જવા પર