સુરતના લસકાણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 34 વર્ષીય એક મહિલાએ પોતાના સાત વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ તે પી લીધી હતી. આ ઘટનામાં માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે પુત્ર હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, મહિલાએ આ આત્યંતિક પગલું કયા કારણોસર ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી.