મોરબી સિટી અને તાલુકામાં લાંબા સમયથી ખાલી પડેલી બે મામલતદારની જગ્યાઓ તાત્કાલિક ભરવા માટે ભૂતપૂર્વ સલાહકાર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પી.પી. જોશીએ મુખ્યમંત્રીને એક પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે આ પત્રમાં જણાવ્યું છે કે, મામલતદારનો હોદ્દો અત્યંત મહત્ત્વનો છે અને તે તાલુકા મેજિસ્ટ્રેટ જેવી સત્તા ધરાવે છે, તેમ છતાં આ બંને જગ્યાઓ ઘણા સમયથી ખાલી છે.