ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મેઘરજ ખાતે આજરોજ તારીખ:૨૬/૦૮/૨૦૨૫ના રોજ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી, શામળાજી દ્વારા આઈ.ટી.આઈ.માં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરેલ અનુસુચિત જનજાતિના તાલીમાર્થીઓને ટૂલકીટ વિતરણ અંગેનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ હતો. જે કાર્યક્રમમાં પ્રાયોજને વહીવટદારશ્રી વી.આર. સકસેના, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીશ્રી એ.આર. પટેલ, નોડલ આચાર્યશ્રી એસ.કે.ઠક્કર તથા આચાર્યશ્રી જે કે પારેખ ઉપસ્થિત રહેલ હતા.