વિસનગર શહેરની કડા ચોકડી પર પાર્લર પર મિત્રની રાહ જોઈને બેઠેલ યુવકને કેમ પૈસાની ઉઘરાણી કરે છે તેમ કહી ચાર શખ્સોએ ગડદાપાટુ, ધોકા વડે તેમજ સિમેન્ટના બ્લોક વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે યુવકે વિસનગર શહેર પોલીસ મથકમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.