પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં શુક્રવારે એક મહિલાએ આપઘાત કર્યો છે. મૃતક હુંરીબેન ગફુરભાઇ મન્સૂરી બુકડી જુમ્મા મસ્જિદ મહોલ્લામાં રહેતા હતા. પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા એક અઠવાડિયાથી બીમાર હતા.ઘટનાની જાણ થતાં પાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે, સ્થાનિક તરવૈયાઓ સુનિલ ઠાકોર, અજય ઠાકોર અને વિષ્ણુ રાણાએ સરોવરમાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.