સાંતલપુર તાલુકામા હવામાન વિભાગની આગાહીને પગલે બપોર બાદ બે વાગ્યાથી ચાર વાગ્યાના સમયમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવા પામી હતી.અને બે કલાકમાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.વારાહી મામલતદાર દ્વારા ભારે વરસાદની આગાહી ને પગલે લોકોને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી.