ધ્રાંગધ્રા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ગામડાઓ ગણેશમય બની ગયા હતા.જે દસ દિવસ સુધી ગણપતિ મહારાજની પૂજા અર્ચના સાથે વિવિધ ધાર્મિક કાર્યકમો બાદ આજે અનંત ચતુર્દશી નિમિતે ઠેર ઠેર વાજતે ગાજતે ગણેશજીની મૂર્તિને ભાવ ભીની તળાવ અને જોગાસર માં વિદાય આપવામાં આવી હતી.