પાદરા તાલુકામાં રસ્તાઓ પર પડેલા ખાડાઓને લઈને આજે કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો છે. મળતી માહિતી મુજબ, પાદરા કોંગ્રેસના કાર્યકરોએ મહૂવડ ચોકડી પાસે રણું રોડ પર ખાડાનું પૂજન કરીને સરકાર વિરુદ્ધ કટાક્ષ કર્યો હતો. કાર્યકરોએ સૂત્રોચારો સાથે રસ્તાઓની ખરાબ હાલત અંગે જવાબદારી નિર્ભર કરવાની માંગ કરી. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે, તાલુકાના અનેક માર્ગો પર ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે