મોહમ્મદનૂર મહેમુદશાહ પીરઝાદા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. પાલૈયા ગામની સીમમાં શ્રમિકો અને કોન્ટ્રાક્ટમાં કામ કરતા માણસો આમ્રકુંજ સોસાયટીમાં રહે છે. મોહમદભાઈએ GJ 27 BP 2798 નંબરનું બાઇક વપરાશ માટે આપ્યું હતું. જે બાઇક આમ્રકુંજ સોસાયટીમાં હતું. પરંતુ બીજા દિવસે બાઇક સ્થળ પર નહોતુ. આસપાસ શોધખોળ કરવા છતાં બાઇકની કોઈ ભાળ મળી નહોતી. 20000ની કિંમતના બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.