આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર માણાવદર પોલીસ મથકે કિરણબેન ભાણજીભાઈ પરમારએ સહેબાજ સલમભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયદ નોંધાવી છે કે, ફરીયાદી પોતાની કાયદેસરની સરકારી ફરજ પર હાજર હોય દરમ્યાન આરોપી પોતાની મોટર સાયકલ લઈને આવેલ અને રસ્તા ઉપર ઉભી રાખતા આરોપીને ફરીયાદીએ ફરજના ભાગરૂપે મોટર સાયકલ સાઈડમાં લેવા જણાવતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી સાથે ગાળાગાળી કરી ઝાપટ મારી ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.