મૂળીના સરા ગામે કન્યા શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી ઉત્સાહભેર વાતાવરણમાં યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એક શિક્ષક તરીકેની પોતાની જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા અને શિક્ષકની જવાબદારી વિશેની સમજ મેળવી હતી.