ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાન યાદીમાં થયેલા ગોટાળા અને ચૂંટણી પ્રક્રિયામાં થયેલી ગેરરીતીના આક્ષેપોને લઈને આજે શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા થઈ ધરણા પર બેસ્યા હતા.