જુનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવશિયાના અધ્યક્ષ સ્થાને ગિરનાર લીલી પરિક્રમા ની પૂર્વ તૈયારી સંદર્ભ બેઠક યોજાઈ હતી. ચાર દિવસીય ગિરનાર લીલી પરિક્રમાનો તારીખ 2 નવેમ્બરથી પ્રારંભ થશે. ભાભી કોને પ્રતિબંધિત વિસ્તારમાં પ્લાસ્ટિક સાથે ન લાવવા અનુરોધ કરાયો છે. ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા લાખો શ્રદ્ધાળુઓ માટે વીજળી, પાણી આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધીત અધિકારીઓને જિલ્લા કલેકટરે સૂચના આપી હતી.