જૂનાગઢમાં ગુરુ બ્રાહ્મણ સમાજે તેજસ્વી તારલાઓનું કર્યું સન્માન કર્યું છે.શિક્ષણનું મહત્વ અને સમાજ ઉત્કર્ષના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ, જિલ્લા ઘટક જૂનાગઢ દ્વારા એક ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય લાલ સ્વામીની જગ્યા, ભવનાથ ખાતે યોજાયેલા આ સમારોહમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.