વાંકાનેર શહેરના દાણાપીઠ ચોકથી વિવેકાનંદ સ્ટેચ્યુ સુધીના રાજકોટ રોડની હાલત છેલ્લા પાંચ વર્ષથી અત્યંત જર્જરીત હોય, જે મામલે અનેક વખત જવાબદાર તંત્ર અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ ન થતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે વર્તમાન ચોમાસાના સમયમાં આ રોડ પર બે થી ત્રણ ફૂટ જેટલા મસમોટા ગાબડા સર્જાઈ જતા રોજબરોજ વાહનો અકસ્માત ગ્રસ્ત બની રહ્યા છે...