ભારે વરસાદ બાદ ભિલોડાનો સુનસર ધોધ જીવંત બનતા કુદરતના ખોળે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી વહેતા ધોધને કારણે ઉત્તર ગુજરાતનું મીની કાશ્મીર ગણાતું આ સ્થળ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.વહેલી સવારથીજ સહેલાણીઓ મજા માણવા દુર દુર થી આવ્યા હતાં.