બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ અને ૧૫મી ઓગસ્ટ ૨૦૨૫ના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે બરવાળા તાલુકાના રોજીદ, રાણપરી અને વહીયા ગામે “તિથિ ભોજન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બરવાળા તાલુકાની આંગણવાડીના કુલ ૬ કેન્દ્રોના ૯૩ નાનાં ભુલકાઓને કુલ ૪૭ કિલો ફળનું તિથિ ભોજન આપવામાં આવ્યું આ કાર્યક્રમનું સફળ આયોજન બરવાળા પ્રાંત અધિકારીશ્રી એસ.વી.ચૌધરી, મામલતદાર કચેરી,અને તાલુકા પંચાયત કચેરી દ્વારા કરાયું