સાયબર ગઠિયાઓએ રાજકોટ સેશન્સ કોર્ટના નિવૃત્ત આસિસ્ટન્ટ ક્લાર્ક અને તેના પત્નીને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને 88 લાખની છેતરપિંડી કરી છે. આરોપીએ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અધિકારીની ઓળખ આપીને મની લોન્ડરિંગ અને ડ્રગ્સના કેસમાં આખી જિંદગી જેલમાં રહેવાની વૃદ્ધ કપલને ધમકી આપીને ફસાવ્યા, તેમજ ગોલ્ડલોન લેવડાવીને પણ પૈસા ઉલેચ્યા હતાં. 69 વર્ષીય વૃદ્ધ દિનેશભાઈ દેલવાડિયાની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ ત્રણ આરોપીઓ ધરપકડ કરી