અખિલ ભારત હિંદુ મહાસભા દ્વારા ગુજરાત ના પાટનગર ગાંધીનગર ખાતે સે-11 સુમન ટાવરમાં ગૌ રક્ષક પાંખના નવા રાષ્ટ્રીય પ્રદેશ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હિન્દુ સંસ્કૃતિમાં ગૌ માતા અને ગૌ વંશની વિશેષ કાળજી આજના સમયમાં ખુબ જરૂરી છે. આવનારા વર્ષોમાં ગૌ આધારિત ખેતી અને અર્થતંત્ર માટે ગૌ સુરક્ષા વ્યવસ્થા વધારવા માટે જરૂરી હોય તે રીતે કામ કરવું પડશે,આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. મુન્ના શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું.