મહેસાણા શહેરના નાગલપુર વિસ્તારમાં નાયરા પેટ્રોલ પંપ પાસે ગઈ રાત્રે એક કારમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી કારને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી અને કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ મહેસાણા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હોવાથી કારને બચાવી શકાઈ નહોતી.