સુરત: પાંડેસરાના નાગસેન નગર સ્થિત બુદ્ધ વિહારના નિ:શુલ્ક શૈક્ષણિક ક્લાસ દ્વારા લોકસાહિર અન્નાભાઉ સાઠેની ૧૦૪મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અન્નાભાઉ સાઠેના જીવન અને સમાજમાં તેમના યોગદાન વિશે પ્રબોધન આપી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. અન્નાભાઉ સાઠે એક પ્રખ્યાત મરાઠી લેખક, લોક કવિ અને સમાજ સુધારક હતા.