નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા પાંચહાટડી ખાતે ગ્રીનવુડ એપાર્ટમેન્ટનો એક ભાગ ધરાશાયી થતા નુકસાન થયાની માહિતી સામે આવી છે. ઘટના બાદ તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે. હજી સુધી જાનહાનિ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ નુકસાનની વ્યાપકતા અંગે તપાસ શરૂ થઈ ગઈ છે.