આમ આદમી પાર્ટી (AAP) મહેસાણા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં સંપૂર્ણ તાકાત સાથે ઝંપલાવશે અને મેયર પદ પર કબજો કરશે, તેવું મોટું નિવેદન AAP નેતા ગોપાલ ઇટાલિયાએ આપ્યું છે. મહેસાણાની મુલાકાત દરમિયાન તેમણે આ જાહેરાત કરી હતી. ગોપાલ ઇટાલિયાએ ભાજપ શાસિત મહેસાણા મહાનગરપાલિકા પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "જ્યાં-જ્યાં મહાનગરપાલિકા બની છે, ત્યાં આજે પણ લોકોને પૂરતી સુવિધાઓ મળતી નથી.