ગાંધીનગરના ખોડીયાર ગામની સીમમાં આવેલી વડીલોપાર્જિત જમીનના કિસ્સામાં એક ગંભીર ષડયંત્રનો મામલો સામે આવ્યો છે. 61 વર્ષીય હયાત ખેડૂતને અમદાવાદ સિવિલ હોસ્પિટલનો મરણનો દાખલો સહિતના ખોટા દસ્તાવેજોના આધારે મૃત જાહેર કરીને તેમના વારસદારો બની ગયેલા શખસોએ કરોડો રૂપિયાની જમીનનો ગેરકાયદેસર બાનાખત કરી દીધો હોવાની ફરિયાદ અડાલજ પોલીસ મથકે નોંધાઈ છે.