પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે શહેરના શિવાલયો ભાવિક ભક્તોની સંખ્યાથી ઉભરાયા હતા.કતારગામ અને અડાજન ખાતે આવેલા શિવ મંદિરમાં શનિવારે સવારે છ કલાકે થી ભાવિક ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. કતારગામના કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તો દ્વારા પંચતત્વ ની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પણ ભક્તોએ બિલ્લીપત્ર, જળ દૂધનું અભિષેક કરી ભગવાન શિવનું પૂજન અર્ચન કર્યું હતું.પરિવારની સુખાકારી અને સલામતી માટેની પ્રાર્થના કરી.